પેથાપુરમાં ટી.પી. રસ્તાની જમીનોના દબાણો દૂર કરવામાં આવ્યાં
ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 02 માં સમાવિષ્ટ પેથાપુર ના મહાદેવ મંદીર થી પટેલ પાર્ક સોસાયટી સુધીના 12 મી પહોળા ટી.પી. રસ્તા પરના વર્ષો જુના દબાણો દૂર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં ગટરની લાઈનો નાખવા અને ટ્રાફીકની સમસ્યા દ
ગાંધીનગર મનપા દ્વારા કાર્યવાહી


ગાંધીનગર મનપા દ્વારા કાર્યવાહી


ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 02 માં સમાવિષ્ટ પેથાપુર ના મહાદેવ મંદીર થી પટેલ પાર્ક સોસાયટી સુધીના 12 મી પહોળા ટી.પી. રસ્તા પરના વર્ષો જુના દબાણો દૂર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં ગટરની લાઈનો નાખવા અને ટ્રાફીકની સમસ્યા દૂર કરવામાં આ દબાણો અડચણ રૂપ હતાં. રસ્તાની અંદાજે 10 હજાર ચો. ફૂટ.ની અંદાજે 5 કરોડ કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.

પેથાપુરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ગટર, પાણી, સ્ટ્રોમ વોટરની નવી લાઈનો નાખવાની કામગીરી ચાલુમાં છે. મહાદેવ મંદીર થી પટેલ પાર્ક સોસાયટી સુધીના 12 મી પહોળા ટી.પી. રસ્તા પરના દબાણ હટતાં હવે અંદાજીત 70 લાખના ખર્ચે પેથાપુરના આ વિસ્તારને ગટર, પાણી, સ્ટ્રોમ વોટરની નવી લાઈનો મળશે. જેથી વરસાદમાં પાણી ભરાવા અને ગટર ઉભરાવાના પ્રશ્નનો કાયમી નિકાલ થનાર છે. ભવિષ્યમાં રસ્તાનો વિકાસ થનાર છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ટી.પી. અમલીકરણ કરી પ્રજાજન સુધી પાયાની સુવિધા સત્વે પંહોચે તેવી કામગીરી ચાલુ રહે છે

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande