જૂનાગઢ 8 જૂન (હિ.સ.) વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૧૯ જૂને મતદાન થવાનું છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીશીપેશન - SVEEP અંતર્ગત ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામના ગ્રામજનોએ નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા તેમજ અન્ય પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હતી. મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ