જૂનાગઢ 8 જૂન (હિ.સ.) રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક ઓડેદરા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં અલગ અલગ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા કરેલ સુચના અન્વયે ક્રાઈમ બ્રાચના પો.ઈન્સ જે.જે.પટેલ તથા પો.સબ.ઇન્સ ડી.કે.ઝાલા તથા ડી.કે.સરવૈયા ના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત રાજ્યમા જુદા જુદા પોલીસ સ્ટેશનોમા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારૂ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી કાર્યરતહતા.
દરમ્યાન પો.સબ.ઇન્સ ડી.કે.ઝાલા તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસોને મળેલ સયુક્ત બાતમી હકિકત આધારે વંથલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૨૦/૨૦૧૯ આઇ.પી.સી. ક.૩૦૨,૩૦૭,૧૨૦ વિ. ના કામે મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે સજા ભોગવી રહેલ અને વચગાળાના જામીન પર છુટેલ કેદી અશરફ મુસાભાઇ પલેજા રહે. ગામ સોનારડી તા.વંથલી જી.જુનાગઢ વાળા તા.૧૪/૦૭/૨૦૨૪ થી ફરાર ( પેરોલ જમ્પ ) થયેલ હોય જે ધરપકડ ટાળવા સારૂ વેશ પલટો કરી નાસતો- ફરતો હોય જે ટ્રાન્સ્પોર્ટની ટ્રકમા રાજકોટ તરફ જતો હોવાની બાતમી આધારે રાજકોટ હાઇવે ગોંડલ ટોલ નાકા પાસે હકીકત વાળા ટ્રકમા ઉપરોકત કેદી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારુ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવામા આવેલ છે.
હસ્તગત કરેલ આરોપીઓનુ નામ, સરનામુ:- અશરફ મુસાભાઇ પલેજા ઉવ.૪૩ ધંધો.ખેત મજુરી રહે. ગામ સોનારડી તા.વંથલી જી.જુનાગઢ
• સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગત-
આ કામગીરીમા ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર જે.જે.પટેલ તથા પો.સબ.ઇન્સ ડી.કે.ઝાલા, ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઇ. ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા, રાજદિપસિંહ વાઘેલા, દિવ્યેશ ડાભી તથા ડ્રાઇવર પંકજભાઇ મઢવી વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામા આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ