રાધાપ્રિયા ગોયલ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં ગોલ્ડ જીત્યો, ફરીથી ગુજરાત નં. 1 બની
ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને રમતગમતની તેજસ્વિતાનું સમન્વય સાધતી રાધાપ્રિયા ગોયલ, ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટી (જી.એન.એલ.યુ.), ગાંધીનગરની અંતિમ વર્ષની કાયદાની વિદ્યાર્થીનીએ, 4 થી 7 જૂન દરમિયાન ભવનગર ખાતે આવેલા એસ.એ.જી. સ્પોર્ટ્સ કો
જી.એન.એલ.યુ.ની વિદ્યાર્થીની


જી.એન.એલ.યુ.ની વિદ્યાર્થીની


ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને રમતગમતની તેજસ્વિતાનું સમન્વય સાધતી રાધાપ્રિયા ગોયલ, ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટી (જી.એન.એલ.યુ.), ગાંધીનગરની અંતિમ વર્ષની કાયદાની વિદ્યાર્થીનીએ, 4 થી 7 જૂન દરમિયાન ભવનગર ખાતે આવેલા એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં મહિલાઓના સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

વ્યક્તિગત ભાવનાત્મક પળમાં રાધાપ્રિયાએ પોતાની ગોલ્ડ મેડલ વિજયને તેમના પ્રિય સ્વ. દાદા રાજેન્દ્રકુમાર ગુપ્તાજી સમર્પિત કર્યો હતો.

ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા રાધાપ્રિયાએ પોતાની આગવી દ્રઢતા અને રમતમાં નિપુણતા દર્શાવતા, ફાઈનલ મુકાબલામાં સુરતની ફિલઝા ફાતિમાને 4-2થી હરાવી વિજય મેળવ્યો. તેની પહેલા સેમી ફાઈનલમાં અમદાવાદની ચિપિયા ફ્રેનેઝ સામે તીખી સ્પર્ધા બાદ 4-3થી વિજય મેળવીને તેઓ ગોલ્ડ મેડલ મેચ સુધી પહોંચી હતી.

આ અદભુત પ્રદર્શન સાથે રાધાપ્રિયા મહિલાઓના ટેબલ ટેનિસમાં ફરીથી ગુજરાત નં. 1 તરીકે સ્થાન પામ્યા છે.

રાધાપ્રિયાના પિતા અને કોચ અમિત ગુપ્તા, ડિરેક્ટર, સ્ટેગ લેટ્સ પ્લે ટેબલ ટેનિસ અકેડમી, ઇન્દિરાપુરમ, ગાઝિયાબાદે જણાવ્યુ કે રાધાપ્રિયા હાલમાં તેમની અકેડમીમાં તાલીમ લે છે અને કાયદાના કઠિન અભ્યાસક્રમ સાથે ઊંચી સ્તરની ટેબલ ટેનિસમાં સમતોલતા જાળવી રહી છે.

પરિવારજનોમાં માતા પ્રિયંકા ગુપ્તા, નાના ભાઈ પુરંજય ગોયલ અને દાદી આશા ગુપ્તાએ ફોન પર શુભેચ્છાઓ પાઠવી. સાથે જ યુનિવર્સિટી, અકેડમીના ખેલાડીઓ, માતા-પિતાઓ, મિત્રો અને સમર્થકો તરફથી પણ હાર્દિક શુભેચ્છાઓ મળી. રાધાપ્રિયાનું આ શાનદાર યોગદાન તેના સંકલ્પ, શિસ્ત અને રમતગમત તથા શૈક્ષણિક જીવન વચ્ચેના ઉત્તમ સંતુલનનું પ્રતિબિંબ છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande