શાળા ઉભરાશે વિદ્યાર્થીઓના કલરવથી: પાટણમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે
પાટણ, 8 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે રવિવારે ઉનાળુ વેકેશનનો છેલ્લો દિવસ છે. શાળાઓના સમયગાળાની રૂપરેખા પ્રમાણે, 30 જૂન સુધી પ્રાથમિક શાળાઓ સવારે 7થી 11 વાગ્યા સુધી અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક
શાળા ઉભરાશે વિદ્યાર્થીઓના કલરવથી: પાટણમાં  નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે.


પાટણ, 8 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે રવિવારે ઉનાળુ વેકેશનનો છેલ્લો દિવસ છે. શાળાઓના સમયગાળાની રૂપરેખા પ્રમાણે, 30 જૂન સુધી પ્રાથમિક શાળાઓ સવારે 7થી 11 વાગ્યા સુધી અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી ચાલશે.

વિદ્યાર્થીઓએ છેલ્લા અઠવાડિયાથી પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, દફતર, કંપાસ બોક્સ, પાણીની બોટલ અને ટિફિન બોક્સ જેવી શૈક્ષણિક સામગ્રીની ખરીદી શરૂ કરી દીધી છે.

પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું શાળાઓમાં પુષ્પ, કુમકુમ તિલક અને આરતીથી હાર્દિક સ્વાગત કરવામાં આવશે.

શૈક્ષણિક કાર્યમાં સુસંગતતા જળવાઈ રહે તે માટે સમગ્ર પાટણ જિલ્લામાં શૈક્ષણિક કેલેન્ડર અમલમાં મૂકવામાં આવ્યું છે. વેકેશન દરમ્યાન સૂમસામ બનેલા શાળાના પરિસરો અને રસ્તાઓ હવે ફરીથી વિદ્યાર્થીઓના કલરવથી જીવી ઉઠશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande