પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 8 બીએડ કોલેજોની તપાસ માટે ખાસ કમિટી રચાશે
પાટણ, 8 જૂન (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં તાજેતરમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યોજાઈ હતી, જેમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન 8 બીએડ કોલેજો સામે થયેલી ગંભીર ફરિયાદોની તપાસ માટે વિશેષ કમિટી રચવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ય
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 8 બીએડ કોલેજોની તપાસ માટે ખાસ કમિટી રચાશે


પાટણ, 8 જૂન (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં તાજેતરમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યોજાઈ હતી, જેમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન 8 બીએડ કોલેજો સામે થયેલી ગંભીર ફરિયાદોની તપાસ માટે વિશેષ કમિટી રચવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

યુનિવર્સિટી સાથે સંકળાયેલી 70થી 80 બીએડ કોલેજો પૈકી 8 કોલેજો સામે એનસીટીઈ કાઉન્સિલની મંજૂરી વગર કોલેજ ચલાવવી, ખોટા જમીનના દસ્તાવેજો રજૂ કરવી અને મંજૂર સ્થળથી વિપરીત જગ્યાએ કોલેજ ચલાવવાના ગંભીર આક્ષેપો થયા છે.

આ ફરિયાદોની સમીક્ષા માટે નિષ્ણાતોની એક કમિટી બનાવવામાં આવશે, જે દરેક કોલેજની સ્થળ પર જઈ તપાસ કરી ધોરણ આધારિત અહેવાલ તૈયાર કરશે. તપાસનો આખરી અહેવાલ આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં રજૂ કરાશે. કુલપતિ કે.સી. પોરીયાએ જણાવ્યું કે નજીકના દિવસોમાં તપાસ શરૂ થશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande