વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પરથી દારૂ ભરેલી કાર ઝડપાઈ
વડોદરા, 9 જૂન (હિ.સ.)- ગઇકાલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજોડ ટોલનાકા નજીક પોલીસે દારૂ અને બિયરથી ભરેલી કાર ઝડપી પાડતી મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે ક્રેટા કારમાંથી કુલ રૂ. 7.49 લાખ કિંમતની 1,944 વિદેશી દારૂની બોટલો અને ટીન તથા મોબાઇલ અને કાર
Arrest


વડોદરા, 9 જૂન (હિ.સ.)- ગઇકાલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજોડ ટોલનાકા નજીક પોલીસે દારૂ અને બિયરથી ભરેલી કાર ઝડપી પાડતી મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે ક્રેટા કારમાંથી કુલ રૂ. 7.49 લાખ કિંમતની 1,944 વિદેશી દારૂની બોટલો અને ટીન તથા મોબાઇલ અને કાર મળી કુલ રૂ. 12.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જિલ્લા એલસીબીને મળેલી ખફી માહિતીના આધારે પોલીસે વહેલી સવારે વાહન ચેકિંગના ભાગરૂપે નાકાબંધી ગોઠવી હતી. તપાસ દરમ્યાન ગઢીઆઈલી ક્રેટા કારમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. કારના ચાલકે પોતાનું નામ મયુર બહાદુરસિંહ મિરોલા (રહે. અમૃતનગર, સમતા લક્ષ્મીપુરા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું.

આરોપીએ કબૂલાત આપતા જણાવ્યું કે, હાલોલના બંટી નામના શખ્સે તેને રૂ. 3.4 લાખ રોકડ અને કાર આપીને રાજસ્થાન મોકલ્યો હતો. ત્યાં ખેરવાડા ચોકડી પાસે બંટીના સંકેત મુજબ એક અજાણ્યો શખ્સ બોલેરો પિકઅપ લઈને આવ્યો હતો અને રૂપિયા તેમજ કાર લઈ દારૂ ભરાવી પરત આપી ગયો હતો. બાદમાં દારૂ વડોદરા લાવવામાં આવી રહ્યો હતો ત્યારે કાર ઝડપાઈ ગઈ.

આ બનાવને લઈને મંજુસર પોલીસ મથકે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. પોલીસે બંટીની શોધ પણ શરૂ કરી છે, અને દારૂ સપ્લાયની પૂરી ચેઇન શોધવાનો પ્રયાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande