સર્વ નેતૃત્વ ટીમના પટેલ તન્મય પટેલે જરૂરિયાતમંદ છાત્રો માટે આર્થિક સહાયનુ બીડું ઝડપ્યું, 15 છાત્રોની ફી ભરી
ગાંધીનગર, 9 જૂન (હિ.સ.) : ગાંધીનગર શહેરમાં આવેલી શાળા તથા કોલેજમાં કોરોનાકાળ દરમિયાનથી આથિઁક પરિસ્થિતિના કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા છાત્રોની ફી ભરી તેમનો અભ્યાસ પૂરો કરાવવામાં મદદ માટે કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમન
તન્મય પટેલ


ગાંધીનગર, 9 જૂન (હિ.સ.) : ગાંધીનગર શહેરમાં આવેલી શાળા તથા કોલેજમાં કોરોનાકાળ દરમિયાનથી આથિઁક પરિસ્થિતિના કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા છાત્રોની ફી ભરી તેમનો અભ્યાસ પૂરો કરાવવામાં મદદ માટે કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમના પટેલ તન્મય પટેલે બીડું ઝડપ્યું છે. જેમણે અત્યાર સુધીમાં જરૂરતમંદ 15થી વધું છાત્રોની ફી (2.5 લાખ થી વધુ)ભરી છે અને હજુ આવા છાત્રોની મદદ માટે તત્પર રહે છે.

આ અંગે તેમણે જણાવ્યું કે સર્વ નેતૃત્વ ટીમ દ્વારા વિવિધ સમાજ ઉત્કર્ષ ના કાર્યો કરાયા છે જેમાં મિશન વિદ્યા પ્રોજેક્ટ અંતર્ગત જરૂરતમંદ વિદ્યાર્થીઓને ઘરે જઇને તેમના માતા-પિતાને શિક્ષણનું મહત્ત્વ સમજાવવામાં આવી રહ્યુ છે. જેમાં વિદ્યાર્થીઓની જરૂરી બાકી ફી સર્વનેતૃત્વ ટીમના સેવાભાવી યુવાનો દ્વારા ભરવામાં આવી છે. આ કાર્ય માટે સૌથી મોટી પ્રેરણા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલ સાહેબ પાસેથી મળી હતી. અત્યાર સુધીમાં આચાર્યશ્રીઓના સાથ સહકારથી આવા 15 છાત્રોનો પુનઃ અભ્યાસ શરૂ કરવામાં મદદ કરાઈ છે.

કિસ્સો 1: નાસ્તાની લારી ચલવતા દીકરાની ફી ભરતાં પુનઃ અભ્યાસ શરૂ થયો

કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઉત્સવના પિતા નાસ્તાની લારી ચલાવે છે. અને કોરોના મહામારીની પરિસ્થિતિમાં રોજગારી થતી ના હોવાથી તેમના દીકરા ઉત્સવની કોલેજ ફી ભરી શકાય એવી કોઈ જ વ્યવસ્થા હતી નહીં જેના કારણે તેમને તેમના દીકરાનો અભ્યાસ અધવચ્ચે સ્થગિત કરાવેલો હતો. જેની જાણ થતાં તેના ગે્જયુએશનની સંપૂર્ણ વ્યવસ્થા કરી તેમને કોલેજ ફી ભરી આપી હતી.

કિસ્સો 2: પૈસા ના હોવાના કારણે દીકરીને અભ્યાસની ના પાડતાં હતાં.

હસમુખભાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.જોકે, કોરોના કાળ પછી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેમની દીકરી તાન્યાબેનને આગળ અભ્યાસ માટે ના પડતાં હતાં.જેમના ઘરે જઈ હસમુખભાઈને સમજાવી દીકરીને પુનઃ શાળાનો અભ્યાસ શરૂ કરાવ્યો હતો.

સાથે સાથે સંસ્થામાં અભ્યાસ કરતા અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓને ચોપડા અને સ્કૂલબેગનું વિતરણ પણ સાથે સાથે કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande