સુરતમાં બુટલેગરના આતંકથી દહેશત: દારૂ પીવાને ના પાડતાં મહિલાઓને જાહેરમાં ધોઇ કાઢ્યા
સુરત, 9 જૂન (હિ.સ.)- સુરત શહેરમાં ગુનાખોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. તાજો બનાવ મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં ધવલ નામના બુટલેગર અને તેના સાગરીતોનો આતંક જોવા મળ્યો. સ્થાનિક મહિલા અને તેમના પરિવારજનોને માત્ર ઘર બહાર
Surat


સુરત, 9 જૂન (હિ.સ.)- સુરત શહેરમાં ગુનાખોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. તાજો બનાવ મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં ધવલ નામના બુટલેગર અને તેના સાગરીતોનો આતંક જોવા મળ્યો. સ્થાનિક મહિલા અને તેમના પરિવારજનોને માત્ર ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરવી ભારી પડી ગઈ.

ઘટનાના સમયે બુટલેગર ધવલ અને તેની ટોળકીએ મહિલાઓ સહિત સ્થાનિકોને ઢોર માર માર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પીડિત મહિલાએ જણાવ્યું કે, “અમે ઘર બહાર દારૂ ન પીવા કહ્યું તો ધવલ અને તેની ટોળકી તૂટી પડી. મને પકડીને ફેંટ મારી અને મોઢું પકડીને ફેંકી દીધું.”

આમ છતાં, આરોપી ધવલ બેફામ થયો હતો અને ખુલ્લેઆમ કહ્યું કે, પોલીસ મારું શું ઉખાડશે? આ નિવેદન પોલીસ તંત્રની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. સ્થાનિકોએ પોલીસ પાસે કડક પગલાની માંગ ઉઠાવી છે અને બુટલેગરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા આહ્વાન કર્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande