(કેબિનેટ) એનએચ-87ના પરમકુડી-રામનાથપુરમ સેક્શનને, ચાર લેન બનાવવામાં આવશે, મંજૂરી મળી
નવી દિલ્હી, 1 જુલાઈ (હિ.સ.) તમિલનાડુમાં એનએચ-87 ના પરમકુડીથી રામનાથપુરમ સુધીના સેક્શનને ચાર લેન બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પ્રાદેશિક જોડાણ, પર્યટન અને રોજગારને પ્રોત્સાહન આપશે. બાંધકામ ક્ષેત્રની ક
કેબીનેટ


નવી દિલ્હી, 1 જુલાઈ (હિ.સ.) તમિલનાડુમાં એનએચ-87 ના પરમકુડીથી રામનાથપુરમ સુધીના સેક્શનને ચાર લેન

બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પ્રાદેશિક જોડાણ, પર્યટન અને

રોજગારને પ્રોત્સાહન આપશે. બાંધકામ ક્ષેત્રની કુલ લંબાઈ 46.7 કિમી છે અને

અંદાજિત ખર્ચ રૂ. 1,853 કરોડ છે.

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય

મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સંદર્ભમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય, દક્ષિણ તમિલનાડુના મુખ્ય આર્થિક, સામાજિક અને

લોજિસ્ટિક્સ કેન્દ્રો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો છે. આ અંતર્ગત, બે મુખ્ય રેલ્વે

સ્ટેશન (મદુરાઈ અને રામેશ્વરમ), એક એરપોર્ટ (મદુરાઈ) અને બે નાના બંદરો (પંબન અને

રામેશ્વરમ)ને, રસ્તા દ્વારા જોડવામાં આવશે. આનાથી મુસાફરો અને માલસામાનની ઝડપી

અવરજવર શક્ય બનશે.

વૈષ્ણવે જણાવ્યું હતું કે,” આ પ્રોજેક્ટ પ્રાદેશિક આર્થિક

વિકાસને વેગ આપશે અને મુખ્ય ધાર્મિક અને આર્થિક કેન્દ્રો વચ્ચે જોડાણ મજબૂત

બનાવશે. આનાથી રામેશ્વરમ અને ધનુષકોડી જેવા, પર્યટન સ્થળોને પ્રોત્સાહન મળશે.

ઉપરાંત, લગભગ 8.4 લાખ માનવ

દિવસોની સીધી રોજગારી અને 10.45 લાખ માનવ

દિવસોની પરોક્ષ રોજગારીનું સર્જન થવાનો અંદાજ છે.”

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande