ગોરખપુરમાં રાષ્ટ્રપતિએ, વન મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું
ગોરખપુર, નવી દિલ્હી, 01 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે, અહીં 1 થી 7 જુલાઈ દરમિયાન યોજાનાર ''વન મહોત્સવ-2025''નું ઉદ્ઘાટન કર્યું. તેમણે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીના, ઉદ્ઘાટન સમારોહમાં ''એક પેડ માં
મુર્મુ


ગોરખપુર, નવી દિલ્હી, 01 જુલાઈ (હિ.સ.)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે, અહીં 1 થી 7 જુલાઈ દરમિયાન યોજાનાર 'વન મહોત્સવ-2025'નું ઉદ્ઘાટન કર્યું. તેમણે મહાયોગી ગુરુ

ગોરખનાથ આયુષ યુનિવર્સિટીના, ઉદ્ઘાટન સમારોહમાં 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ,

રુદ્રાક્ષનો છોડ વાવ્યો. રાષ્ટ્રપતિએ છોડના સંરક્ષણ પર પણ ભાર મૂક્યો. રાષ્ટ્રપતિએ

અહીં જનપ્રતિનિધિઓનો પરિચય કરાવ્યો, ત્યારબાદ પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન રાજ્યપાલ

આનંદી બેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા.

વન મંત્રીએ ત્રિવેણી વનની સ્થાપના કરી, 8 નવજાત શિશુઓને

ગ્રીન ગોલ્ડ સર્ટિફિકેટ આપ્યું. વન મહોત્સવ અંતર્ગત, પર્યાવરણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), વન, ડૉ. અરુણ કુમાર

સક્સેનાએ, કુકરૈલમાં ત્રિવેણી વન (વૃક્ષ, લીમડો અને પીપળ) ની સ્થાપના કરી. તેમણે અહીં ઓપન જીમનું

ઉદ્ઘાટન કર્યું, યોગ ધ્યાન

કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું અને બુદ્ધ પ્રતિમાનું, અનાવરણ કર્યું. આ પછી, વનમંત્રીએ મહિલા

વીરંગના અવંતિબાઈ હોસ્પિટલમાં, 8 નવજાત શિશુઓને ગ્રીન ગોલ્ડ સર્ટિફિકેટ અને તેમના પરિવારોને

મોરિંગાના છોડ અર્પણ કર્યા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રિન્સ પાંડે / દિલીપ શુક્લા /

વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande