- કિરેન રિજિજુએ,
મુંબઈમાં સત્તાવાર જાહેરાત કરી
મુંબઈ, નવી દિલ્હી, 01 જુલાઈ (હિ.સ.)
ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી રવિન્દ્ર ચવ્હાણ આજે, મંગળવારે
મહારાષ્ટ્રના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ચૂંટાયા. ભાજપના નેતા અને કેન્દ્રીય સંસદીય
બાબતો અને લઘુમતી વિકાસ મંત્રી કિરેન રિજિજુએ, આ સત્તાવાર જાહેરાત કરી. ચવ્હાણે
વર્તમાન પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે પાસેથી, કમાન સંભાળી છે. આ પ્રસંગે
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, વિદાયમાન પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે, આશિષ શેલાર, વિનોદ તાવડે અને
ભાજપના તમામ ધારાસભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
જોકે, ભૂતપૂર્વ મંત્રી રવિન્દ્ર ચવ્હાણ રાજ્ય પ્રમુખ તરીકે
બિનહરીફ ચૂંટાયા છે, પરંતુ થોડા દિવસો
પહેલા તેમને, ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.
મંત્રી કિરેન રિજિજુએ, મુંબઈના વર્લી ડોમ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં,
રવિન્દ્ર ચવ્હાણની પ્રમુખ તરીકે નિમણૂકની જાહેરાત કરી. આ કાર્યક્રમમાં એટલી
રેકોર્ડબ્રેક ભીડ જોવા મળી કે, ભાજપના કાર્યકરોએ આ કાર્યક્રમ જોવા માટે ઉભા રહીને
ઉભા રહેવું પડ્યું. મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે ફક્ત રવિન્દ્ર ચવ્હાણે
જ અરજી દાખલ કરી હતી. અન્ય કોઈએ અરજી દાખલ ન કરી હોવાથી, રવિન્દ્ર ચવ્હાણ
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે.
આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં, રવિન્દ્ર
ચવ્હાણની ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રવિન્દ્ર ચવ્હાણ, ડોમ્બિવલી વિધાનસભા
મતવિસ્તારમાંથી 4 વખત ચૂંટાયા છે.
રવિન્દ્ર ચવ્હાણ એક પ્રભાવી નેતા પણ છે અને તેમનો ભાજપના પાયાના કાર્યકરો સાથે,
મજબૂત જનસંપર્ક છે. રવિન્દ્ર ચવ્હાણ, ભાજપના યુવા મોરચામાંથી, રાજકારણમાં
પ્રવેશ્યા હતા અને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર, સ્થાયી સમિતિના
અધ્યક્ષ, 4 વખત ધારાસભ્ય, ભાજપ પ્રદેશ
મહાસચિવ અને મંત્રી તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી છે.
આરએસએસમાં સ્વયંસેવક તરીકે કારકિર્દી શરૂ કરવાથી લઈને,
ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા સુધીની તેમની સફર નોંધપાત્ર છે. રવિન્દ્ર ચવ્હાણની
ચૂંટણીએ મહારાષ્ટ્રમાં ભાજપના સંગઠનાત્મક કાર્યને, નવું નેતૃત્વ આપ્યું છે અને એવી
અપેક્ષા રાખવામાં આવે છે કે, આગામી ચૂંટણીઓ માટે પક્ષ ફરીથી સક્રિય બનશે.
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ