પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરના કસ્તુરબા ગાંધી રોડ વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો હતો.
કસ્તુરબા ગાંધી રોડ વરલી મટકાના આંકડાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી નિલેષ ધનજી ચૌહાણ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને સ્થળ પરથી બોલપેન અને આંકડા લખેલી ચિઠ્ઠી અને રૂ. 8000ની રોકડ રકમ કબ્જે કરી અને શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya