જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગામડાના બાળકોને તંદુરસ્ત બનાવતું, ‘પોષણ સંગમ-સુરત’ અભિયાન
સુરત, 2 જુલાઈ (હિ.સ.)-સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં બાળક અને કિશોરીના પોષણ અને આરોગ્ય માટે સ્થિર અને અસરકારક પરિવર્તન લાવવાના ઉદ્દેશથી ‘પોષણ સંગમ-સુરત’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તબક્કાવાર ગ્રામ્ય વિસ્તારમાં રહેલા ગંભીર કુપોષણ (
Surat


સુરત, 2 જુલાઈ (હિ.સ.)-સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં બાળક અને કિશોરીના પોષણ અને આરોગ્ય માટે સ્થિર અને અસરકારક પરિવર્તન લાવવાના ઉદ્દેશથી ‘પોષણ સંગમ-સુરત’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તબક્કાવાર ગ્રામ્ય વિસ્તારમાં રહેલા ગંભીર કુપોષણ (Severe Acute Malnutrition - SAM) ધરાવતા બાળકોની ઓળખ કરી તેમનું નિયંત્રણ, પોષણનું સ્તર સુધારવા અને ઓછી ઉંમરની ગર્ભવતી કિશોરીઓની વહેલી ઓળખ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.

આ પાયલોટ પ્રોજેક્ટ સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઓલપાડ અને ઉમરપાડાના કુલ 158 આંગણવાડી કેન્દ્રોમાં અમલમાં મુકાયો છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે 4 હજાર બાળકોનું સ્ક્રિનીંગ કરાયું છે. આ અભિયાનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં RBSK ટીમ દ્વારા બાળકોનું પોષણ સ્ક્રીનિંગ, બીજા તબક્કામાં AWW અને ASHA વર્કરો દ્વારા SAM બાળકોની નિયમિત હોમ વિઝિટ, ત્રીજા તબક્કામાં PHC મેડિકલ ઓફિસરો દ્વારા ઓછી ઉંમરની સગર્ભા કિશોરીઓના ઘરે જઈ તપાસ અને ચોથા તબક્કામાં ગ્રામ પંચાયતની સહભાગીતાથી સમુદાય આધારિત પોષણ સહાયતા સુનિશ્ચિત કરવામાં આવે છે. જેના કારણે સમયસર ઓળખ અને યોગ્ય સારવાર સુનિશ્ચિત થાય છે. આ પહેલ દ્વારા બાળકો અને કિશોરીઓના પોષણ અને આરોગ્યમાં નોંધપાત્ર અને સ્થિર સુધારો કરી શકાય છે.

સ્ક્રીનિંગના આધારે ઓળખાયેલા SAM બાળકો માટે દર અઠવાડિયે આંગણવાડી કેન્દ્રો ખાતે ફોલોઅપ લેવામાં આવે છે. આ ઉપરાંત SUW (Severely Underweight) અને ગંભીર એનિમિયા ધરાવતા બાળકો માટે દર બીજા અઠવાડિયે AWW અને ASHA વર્કરો તેમના ઘરે જઈ પરિવારને પોષણયુક્ત આહાર, સારવાર અને બાળ વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. ઓછી ઉંમરની ગર્ભવતી કિશોરીઓ માટે આરોગ્ય, પોષણ અને ઉપલબ્ધ સેવાઓ વિષે વ્યક્તિગત સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ રાજ્યસરકારની PMAY હેઠળ રહેણાંક, શૌચાલય અને રેશન કાર્ડ જેવી વિવિધ યોજનાઓ સાથે જોડાણ સુનિશ્ચિત કરવા પ્રયાસો કરવામાં આવે છે.

આ કામગીરીની દેખરેખ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. તેઓ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરે છે. દર અઠવાડિયે જિલ્લાવિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલની અધ્યક્ષતામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આરએસએચઓ, ICDS પ્રોગ્રામ ઓફિસર, સંબધિત મેડિકલ ઓફિસર અને CDPO દ્વારા સંયુક્ત રીતે થઈ રહેલી કામગીરીની સમીક્ષા દ્વારા કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande