સુરત, 2 જુલાઈ (હિ.સ.)-સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ફરજ બજાવતા સિનીયર ક્લાર્ક પ્રવીણકુમાર ગઢવી 37 વર્ષની સુદીર્ઘ સેવા બાદ વયનિવૃત્ત થતા કચેરીના સ્ટાફ દ્વારા ભવ્ય નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું. તા.30મીએ તેમના વિદાય સમારંભમાં આસિ. મ્યુ. કમિશનર ગાયત્રીબેન જરીવાલા, એ.આર. ઓ પાટીલ તેમજ સ્ટાફગણ દ્વારા માનભેર વિદાયમાન અપાયું હતું, તેમજ દીર્ઘકાલીન અને નિષ્ઠાપૂર્વક સેવા બદલ શુભેચ્છા સહ નિવૃત્તિજીવન સદાય પ્રવૃત્તિમય, નીરોગી રહે એવી કામના કરી હતી. ગઢવીના પરિવારજનો, સ્નેહીજનો, મિત્રવર્તુળે નિવૃત્તિની શુભકામનાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે