વીર શહીદ ભાવસિંહજી કન્યાશાળા પ્રશ્નાવડા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી .
ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.) વીર શહીદ ભાવસિંહજી કન્યા પ્રાથમિક શાળા પ્રશ્નાવડા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સુત્રાપાડા તાલુકાના નાયબ મામલતદાર મકવાણા સાહેબની ઉપસ્થિતિમાં શાળામાં પ્રવેશ મેળવતા આંગણવાડીન
વીર શહીદ ભાવસિંહજી કન્યાશાળા પ્રશ્નાવડા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી .


ગીર સોમનાથ 1 જુલાઈ (હિ.સ.)

વીર શહીદ ભાવસિંહજી કન્યા પ્રાથમિક શાળા પ્રશ્નાવડા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સુત્રાપાડા તાલુકાના નાયબ મામલતદાર મકવાણા સાહેબની ઉપસ્થિતિમાં શાળામાં પ્રવેશ મેળવતા આંગણવાડીના બાળકો,બાલવાટિકાના બાળકો અને ધોરણ 1 ના બાળકોને ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ તકે શાળામાં ગામના સરપંચ તથા ગામના આગેવાનઓ બહોળી સંખ્યામાં વાલીગણ SMCના સભ્યો હાજર રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તથા શિક્ષક ગણએ ખુબ જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande