પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પોરબંદર જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા શહેરની આશા બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું, જેમાં સૌ રક્તદાતાઓને બિરદાવી, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ લક્કીરાજસિંહ વાળા તથા બ્લડ ડોનેશન કાર્યક્રમના ઈન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા, પ્રદેશ યુવા મોરચા કારોબારી સભ્ય કિંજનભાઈ દત્તાણી, જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ મયુરભાઈ જોષી, જિલ્લા યુવા મોરચાના મંત્રી મનસુખભાઈ વ્યાસ, હર્ષભાઈ રૂઘાણી, આનંદભાઈ નાંઢા, પાર્થભાઈ રાઠોડ, જીતભાઈ રૂપારેલ, તુશીલભાઈ વાઘેલા, હર્ષભાઈ ગોહેલ, સાગરભાઈ ઓડેદરા, રાજભાઈ પોપટ, જીગરભાઈ પંડ્યા, રાહુલભાઈ રાજાણી, હિરેનભાઈ ડાભી, ઉત્સવભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya