પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરના કબ્રસ્તાન પાસેથી એક શખ્સને પોલીસે બિયરના ટીન સાથે ઝડપી લીધો હતો
રાણવાવ શહેરના વાગડીયાવાસ વિસ્તારમા રહેતો સંજય વેલજી સોમાણી નામનો શખ્સ કબ્રસ્તાન પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન પોલીસે શંકાના આધારે રોકી તલાશી લેતા તેમના કબ્જામાથી બિયરનુ ટીન કિંમત રૂ.220નુ મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી હતી અને પુછપરછ દરમ્યાન બિયરની ટીન રબારીકેડામા રહેતા લખમણ પાંચા મકાવાણા નામના શખ્સ પાસેથી લીધુ હોવાનુ જણવતા પોલીસે તેમની સામે પણ ગુન્હો નોંધ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya