પોરબંદર, 1 જુલાઈ (હિ.સ.) : પોરબંદર પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે ખાસ ઝુબંશ શરૂ કરી છે. રાણવાવ પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામા રાજકોટની જેલામા આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી વચગાળાના જામીન મેળવ્યા હતા અને ત્યાર બાદ ચાર વર્ષથી નાસતો ફરતો હતો તેમને પોરબંદર પેરોલ ફર્લો સ્કોડે તેમના વતનમાંથી ઝડપી લીધો હતો.
મધ્યપ્રદેશ ખરપાઈ ગામના છગન છીતુસિંહ ઉર્ફે છીતુ સોલંકી નામના શખ્સે સામે તેમની પત્નિ હત્યાનો ગુન્હો રાણાવાવ પોલીસ સ્ટેશનમા નોંધાયો હતો આ કેસ કોર્ટમાં ચાલી જતા તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને રાજકોટની જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામા આવ્યો હતો. આ શખ્સે હાઈકોર્ટમાંથી 14 દિવસના જામીન મેળવ્યા હતા તેમને તા-16-7-2021ના રોજ ફરી રાજકોટ જેલમા હાજર થવાનુ હતુ. પરંતુ હાજર થયો ન હતો છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આ આરોપી તેમના વતનમા હોવાની બાતમી પોરબંદર પેરોલ ફર્લો સ્કોડને મળી હતી તેમના આધારે પોલીસે ત્યા તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો અને તેમની અટકાયત કરી હતી અને તેમને ફરી જેલમા ધકેલવામા આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya