જયપુર, નવી દિલ્હી, 01 જુલાઈ (હિ.સ.)
રાજસ્થાનના જયપુરના નાહરગઢ બાયોલોજિકલ પાર્કમાં વાઘણ 'રાની' એ, એક સાથે પાંચ
બચ્ચાને જન્મ આપીને દેશમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં પહેલી વાર કોઈ વાઘણ
એક સાથે પાંચ સ્વસ્થ બચ્ચાને જન્મ આપી છે. પાર્ક પ્રશાસને મંગળવારે તેમના ફોટા અને
વીડિયો જાહેર કર્યા છે અને બચ્ચાઓ વિશે માહિતી શેર કરી છે.
ઉદ્યાનના વરિષ્ઠ પશુચિકિત્સક ડૉ. અરવિંદ માથુરે જણાવ્યું
હતું કે,” વાઘણ 'રાની' એ 27 એપ્રિલ 2025 ના રોજ બે માદા
અને ત્રણ નર બચ્ચાને, જન્મ આપ્યો હતો. બે મહિનાના રક્ષણ અને સંભાળ પછી, તેમને હવે માતા
રાની સાથે ક્રાલ (ખુલ્લા બાગ) માં છોડી દેવામાં આવ્યા છે, જ્યાં તેઓ
ચોમાસાની ઋતુનો આનંદ માણી રહ્યા છે. હવે ઉદ્યાનમાં આવતા પ્રવાસીઓ રાની અને તેના
નાના બચ્ચાને જોઈ શકશે.”
ડૉ. માથુરે જણાવ્યું હતું કે,” રોગોથી બચવા માટે તમામ
બચ્ચાઓને રસી આપવામાં આવી છે. ઓળખ માટે તેમનો લિંગ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં એક સફેદ
અને બે સોનેરી બચ્ચા નર છે.જ્યારે બાકીના બે
સોનેરી બચ્ચા માદા છે.” તેમણે કહ્યું કે,” બચ્ચાઓને હવે નિયમિતપણે ખુલ્લા ક્રરાલમાં
માતા સાથે રાખવામાં આવશે જેથી, તેઓ કુદરતી વાતાવરણમાં રમી શકે, માટીના સંપર્કમાં
રહી શકે અને સામાજિક વ્યવહારને વિકસાવી શકે. આનાથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ
સુધરશે. તેમને ઓગસ્ટમાં બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે, રાનીએ અગાઉ 10 મે 2024 ના રોજ ત્રણ
બચ્ચાને જન્મ આપ્યો હતો, જેમાંથી એકનું
મૃત્યુ થયું હતું. બાકીના બે બચ્ચા હજુ પણ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઉદ્યાનમાં,
મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઉદ્યાન વહીવટીતંત્રે રાની અને તેના બચ્ચાઓની
સંભાળ માટે, ખાસ વ્યવસ્થા કરી હતી. ગરમીથી રાહત માટે કલર સ્પ્રે,ખાસ પ્રકારનીકોથળીઓ અને વિશેષ
આહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉદ્યાનના સ્ટાફની, સતત દેખરેખ હેઠળ રાની અને
તેના બધા બચ્ચા સ્વસ્થ છે.
હિન્દુસ્થાન સમાચાર / ઈશ્વર / સંદીપ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ