પોરબંદર,10 જુલાઈ (હિ.સ.)અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વર્ષ 1949 થી વિધાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્ય કરતું 60 લાખ થી વધુ સદસ્યો ધરાવતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.
વિધાર્થીઓના સમસ્યાને સમાધાન સુધી પોચાડવાના પ્રયાસો અભાવિપ છેલ્લા 76 વર્ષોથી કરતુ આવ્યું છે.ગત તા, 9 જુલાઈના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર દ્વારા એબીવીપીના 77 ના સ્થાપના દિવસ નિમિત્તે રકતદાન કેમ્પ “નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પોરબંદરની દરેક કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સાથે પોરબંદરના પ્રતિષ્ઠિત આગેવાનોની પણ અમૂલ્ય હાજરી રહી હતી.એબીવીપી વિદ્યાર્થી હિતની સાથે અનેક સેવાકીય કાર્યો કરતું સંગઠન છે.
કોરોના મહામારીમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રકારની કામગીરી કરવામાં આવી હતી સાથે સાથે લમ્પી વાયરસને લઈને જે ગાયો સંક્રમિત હતી એમને તાત્કાલિક સારવાર માટે કાર્યો થયા હતા.ગયા વર્ષે પુરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે પણ ફૂડ પેકેટ,દૂધ,દવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ રીતે માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં જ નહીં પણ સમાજ વચ્ચે રહી ને કામ કરતા સંગઠનના સૂત્રને સાર્થક કરતા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 37 બૉટલ રક્ત એકત્રિત થયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya