ભાજપનો તમાશો જોઇ રહ્યા છે તે લોકો પણ એટલા જ દોષી: બોલો, જીતવા નીકળેલી ‘આપ’ લોકોને જ ભાંડે છે!
ભુજ-કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) : વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને જીતાડીને જે સંદેશો આપ્યો છે તે સંદેશા ને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે આ વિજય સંદેશ યાત્રાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત ભુજમાં યાત્રા યોજાઇ હતી. આપ દ્વારા જારી કરાયેલી યાદીમાં લોકો સામે પ
આપના હોદ્દેદારોએ ભુજમાં સરદારને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા


ભુજ-કચ્છ, 12 જુલાઈ (હિ.સ.) : વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને જીતાડીને જે સંદેશો આપ્યો છે તે સંદેશા ને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે આ વિજય સંદેશ યાત્રાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત ભુજમાં યાત્રા યોજાઇ હતી. આપ દ્વારા જારી કરાયેલી યાદીમાં લોકો સામે પણ આક્ષેપ કરાયા છે. જેમાં ભાજપના તમાશાની જેમ લોકોને પણ દોષી ગણાવાયા છે. આ નિવેદન આપના પ્રદેશ મહામંત્રી સાગર રબારીના નામે સત્તાવાર પ્રેસનોટ નંબર ૧૨૯૮માં લખાયું છે.

આ દરમિયાન, વિજય સંદેશ યાત્રામાં કચ્છ જિલ્લા અને તાલુકાથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશના અને સ્થાનિક પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. કચ્છના લોકો પણ હવે આમ આદમી પાર્ટીને 2027ની ચૂંટણીમાં વિજય બનાવવા માટે તૈયાર હોવાનો દાવો કરાયો છે.

ગુજરાતના લોકોને એકજૂટ થવા પ્રમુખનો અનુરોધ

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનો એક નવો વિકલ્પ બનીને આમ આદમી પાર્ટી આવી છે. પરંતુ આ માટે ગુજરાતના લોકોએ એકજૂટ થવું પડશે.

ભાજપની સાથે લોકો પણ એટલા જ દોષી : મહામંત્રી

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ કહ્યું કે, આખા જિલ્લામાં કે આખા ગુજરાતમાં જે પણ લોકો શિક્ષણના મુદ્દે, આરોગ્યના મુદ્દે, રોડ રસ્તાના મુદ્દે, જમીનના મુદ્દે, ખેડૂતોના મુદ્દે, યુવાનોના મુદ્દે, મહિલા સુરક્ષાના મુદ્દે ભાજપનો તમાશો જોઈ રહ્યા છે તે લોકો પણ એટલા દોષી છે જેટલા દોષી ભાજપના લોકો છે.

લોકોનો અવાજ યુવાનો ઉઠાવી રહ્યા છે

કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકો અનેક સમસસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ગુજરાતમાં લોકોનો અવાજ ઉઠાવીને એક યુવાનોની નવી પાર્ટી આગળ વધી રહી છે અને સમગ્ર ગુજરાતમાંથી લોકોનું જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે, તે પરિવર્તનની નિશાની છે.

કચ્છના આગેવાનો વિજય સંદેશ યાત્રામાં જોડાયા

આ વિજય સંદેશ યાત્રામાં કચ્છ ઝોન કાર્યકારી પ્રમુખ કૈલાશ દાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને કચ્છ લોકસભા ઇન્ચાર્જ ગાંગજી મહેશ્વરી, પુર્વ કચ્છ જીલ્લા પ્રમુખ ડૉ કાયનાત અંસારી આથા, પશ્ચિમ કચ્છ જીલ્લા પ્રમુખ ઝૂઝરદાન ગઢવી, પૂર્વ કચ્છ મહામંત્રી નિલેશ મહેતા હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande