ભુજ - કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : વ્યાજખોરી
સહિતના બનાવોમાં સામેલ ટોળકી સામેપૂર્વ કચ્છ પોલીસે કાર્યવાહી કરી
છે. કાયદો વ્યવસ્થાની
સામે પડકાર બનેલા ચોરી, દારૂની
હેરફેર સહિતના મામલાઓને લઇને પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છેતેવામાં પોલીસે ધાકબેસાડતી કામગીરી પણ કરી છે.
છેલ્લા
કેટલાક સમયથીપૂર્વ કચ્છ
પોલીસ વાંરવાર આવા ગુન્હાઓ આચરી પોલીસ માટે પડકાર ફેકતા શખ્સો સામે કડક હાથે કામ
લઇ રહી છે. અગાઉ વ્યાજખોર ગોસ્વામી બહેનો સહિતના શખ્સો સામે ગુજસીટોક કાયદા હેઠળ
કાર્યવાહી બાદ વધુ એક ટોળકી સામે કાર્યવાહી કરી છે.
આરોપીઓ
સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
અંજાર
પોલીસે ધાડ, લુંટ, મારામારી, એસીડ એટક
સહિતના અનેક ગંભીર ગુન્હામા સામેલ વસંત રમેશ કોલી,અજરૂદીન
ઉર્ફે શબ્બીર નઝમુદીન બાયડ તથા ઇરોજ રમજુ લંધા રહે ત્રણે અંજાર સામે ગુજસીટોક હેઠળ
કાર્યવાહી કરી છે. આરોપી સામે અંજાર પોલીસ મથકે વિવિધ ગુન્હા નોંધાયેલા છે. જેમાં
વસંત સામે દારૂના 10 ગુન્હા નોંધાયા છે. ઉપરાંત 8 જેટલા
ગંભીર કેસોમાં તેની સામેલગીરી છે તો અજરૂદીન સામે દારૂના 15થી વધુ
ગુન્હા સાથે 4 ગંભીર પ્રકારના ગુન્હા નોંધાયેલા છે જ્યારે ફિરોજ સામે ચાર
ગુન્હા નોંધાયેલા છે.
ત્રણેય
જણ સંપીને ગુના આચરતા
આ ત્રણે
શખ્સો સાથે રહીનેગુનાખોરીમાં સામેલ હોય તેમની સામે અંજાર
પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઇ છે. આ કામગીરીમાં અંજારના એ.આર.ગોહીલ
સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. અગાઉ પૂર્વ
કચ્છમાં ચારથી વધુ આવી સંગઠીત ટોળકી સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામા આવી
છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA