પાટણ જિલ્લામાં બ્રિજ સેફ્ટી ઓડિટ શરૂ
પાટણ, 12 જુલાઈ (હિ.સ.)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં બ્રિજ સેફ્ટી ઓડિટની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે ટેકનિકલ ટીમ સાથે મળીને સાંતલપુર તાલુકાના અબીયાણા-પેદાશપુરા બ્રિજ, રાધનપુર તાલુકાના શબ્દલપુરા
પાટણ જિલ્લામાં બ્રિજ સેફ્ટી ઓડિટ શરૂ


પાટણ, 12 જુલાઈ (હિ.સ.)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં બ્રિજ સેફ્ટી ઓડિટની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે ટેકનિકલ ટીમ સાથે મળીને સાંતલપુર તાલુકાના અબીયાણા-પેદાશપુરા બ્રિજ, રાધનપુર તાલુકાના શબ્દલપુરા બ્રિજ અને રાધનપુર-સમી વચ્ચેના બનાસ નદી પરના બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

નિરીક્ષણ દરમિયાન બ્રિજની માળખાકીય સ્થિતિ, વાહન વ્યવહારનું દબાણ, પાણીની નિકાલ વ્યવસ્થા, રેલિંગ્સ તથા સૂચક ચિહ્નોની તપાસ કરવામાં આવી. કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતાં યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવા કહ્યું હતું.

જિલ્લામાં તમામ નાના-મોટા બ્રિજના નિરીક્ષણ માટે અલગ-અલગ ટેકનિકલ ટીમોનું ગઠન કરાયું છે. ઓડિટ પૂર્ણ થયા બાદ આ ટીમો દ્વારા સરકારને વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande