અંબાજીમાં  ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી કરાઈ, મંદિરમાં જયશિલ ઠાકર ભટ્ટજી મહારાજની પૂજા અર્ચન કરવાના આવી હતી, જ્યારે ગબ્બરમાં ચુંદડીવાળા માતાજીને ત્યાં પણ તેમની પ્રતિમા પાસે શિષ્યો પહોંચી ગુરુ વંદના કરી
અંબાજી,10જુલાઈ (હિ. સ)આજે ગુરુપૂર્ણિમાનાને એક અનોખો સમન્વય જોવા મળ્યો છે ગુરુપૂર્ણિમા સાથે ગુરૂવાર એટલે મહત્વનો દિવસ માનવામાં આવે છે. ગુરુપૂર્ણિમાને લઈ શક્તિપીઠ અંબાજી ધામમાં અંબાજી મંદિર ખાતેમાતાજીના મંદિરે વહેલી સવાર
Ambaji ma guru purnima ni ujavni


Ambaji ma guru purnima ni ujavni


અંબાજી,10જુલાઈ

(હિ. સ)આજે ગુરુપૂર્ણિમાનાને એક અનોખો સમન્વય જોવા મળ્યો છે ગુરુપૂર્ણિમા

સાથે ગુરૂવાર એટલે મહત્વનો દિવસ માનવામાં આવે છે. ગુરુપૂર્ણિમાને લઈ શક્તિપીઠ અંબાજી ધામમાં

અંબાજી મંદિર ખાતેમાતાજીના મંદિરે વહેલી સવાર થી મોટી

સંખ્યામાંભક્તો

દર્શન માટે ઉમટી પડ્યાં હતાં અને માતાજી માં આશીર્વાદ લીધા હતા ત્યારે માતાજીના

પરમ ભક્ત અને મુખ્ય પૂજારી ગણાતા ભટ્ટજી મહારાજ જયસિંલ ઠાકરને એમના અનુયાયુ

દ્વારા માળા પહેરાવી અને પૂજા અર્ચન કરી હતી અને જયસીલભાઈ મહારાજના આશીર્વાદ

મેળવ્યા હતા.

જો કે આજે આ ગુરુપૂર્ણિમાના લઈ વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભારે

ભીડ જોવા મળી હતી એટલું જ નહીં આજે આ ગુરુપૂર્ણિમાને લઈ અંબાજીના ગબ્બર ખાતે

ચુંદડીવાળા માતાજીના આશ્રમે પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતીત્યારે ગુરુ ભક્ત શિષ્યો

ગુરુવંદના કરવા ગુરુજી ના આશ્રમે જતા હોય છે ત્યારે અંબાજીમાં છેલ્લા 80 વર્ષથી અન્ન જળ વગર જીવી રહેલા

ચૂંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની તેમના પણ હજારો શિષ્યો છે પણચૂંદડીવાળા માતાજી ઉર્ફે

પ્રહલાદભાઈ જાની છેલ્લા પાંચ વર્ષ થી બ્રહ્મલીન થયા છેત્યારે તેમની જગ્યાએ તેમના

જેવીજ માર્બલની મૂર્તિ બનાવી પ્રાણ પ્રતિસ્થા કરવામાં આવી હતી અને હવે ચૂંદડીવાળા

માતાજી હયાત ન હોવા છતાં તેમના અનેક શિષ્યો ચૂંદડીવાળા માતાજીની મૂર્તિને જ

સાક્ષાત્કાર ગુરુમાની આજે પણ મોટી સંખ્યામાં તેમના શિષ્યો આશીર્વાદ લેવા

ચૂંદડીવાળા માતાજીના આશ્રમે પહોંચ્યા હતા સાથે તેમની મૂર્તિમાં ગુરુપૂર્ણિમા ને

લઇ વિશેષ હોમ હવન ને અન્નકૂટ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા ને તેમના શિષ્યો

તેમની પ્રતિમા ને ફૂલ હાર પહેરાવીદર્શન કરી ધન્યતા અનુભવી હતી જે ભક્તો

તેમના આશ્રમ પર દર્શન કરવા આવે છે ને

ચૂંદડી વાળા માતાજીને સ્મરણાર્થે

તેમના ગુરુભક્તો જણાવી રહ્યા છે કે ચૂંદડીવાળા માતાજી શરીર થી અમારી સાથે નહિ બાકી

તેઓ આત્મા થી અમારી સાથે જોડાયેલા છે આ પ્રસંગે તેમની પ્રતિમા આગળ આરતી પણ

ઉતારવામાં આવી હતી

જોકે આજે ગુરુપૂર્ણિમાને લઇ અંબાજી મંદિરે પણ ભક્તોની ભારે ભીડ

જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande