અંબાજી,10જુલાઈ
(હિ. સ)દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે ને
તેમાં આરોગ્ય લક્ષી સુવિધાઓને લઈ રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરે છે વિવિધ
વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર થી સીએચ સી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો
ચલાવી ગરીબ આદિવાસી લોકોને તેમજઅંતરિયાળ વિસ્તારના દર્દીઓને દવાઓ નિયમિત મળી રહે
તેવા પ્રયાસો કરી રહી છે પણ શક્તિપીઠ અંબાજી માં એક અજુકતો કિસ્સો જોવા મળ્યો છે ,અંબાજી માનસરોવર પાછળ
બ્રહ્મપુરીવાસમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર નંબર ત્રણ ની સામે અંદાજે 30 ફૂટ દૂર ખાડામાં દાટેલી સરકારી દવાઓનો
જથ્થો પડેલો હતો જે દવાઓ ખાડો ખોદીને બહાર કાઢવામાં આવી હતી અને જે દવાઓ ઉપર 2024
,2025, અને 2026
સુધીની એક્સપાયરી ડેટ જોવા મળી
હતી
જોકે આ દવાઓના જથ્થાઓમાં ઓઆરએસના પેકેટ અન્ય આયર્નની ટેબલેટ જેવી અનેક દવાઓ આ
ફેંકી દેવાયેલા જથ્થામાં જોવા મળી હતી. જ્યારે ગંદકીના ઢગલામાં આ ફેંકી દેવાયેલી
દવાઓ કેમ ફેંકી દેવાય એક પ્રશ્ન થઈ રહયો છે તેમજ આયુષ્યમાન મંદિર નંબર ત્રણની
સામે આ ગંદકી વિસ્તારમાં ડમ્પિંગ સ્થળેઆ કચરાના ઢગલાની અંદર સરકારી દવાઓ ફેંકી દેવાયેલી
જોવા મળી હતી.
જો
કે આ દવાઓ ગરીબ આદિવાસી દર્દીઓના મોઢા સુધી પહોંચી જોઈએ તેના બદલે આ કચરા ના
ડમ્પિંગમાં કેમ પહોંચી એક મોટો સવાલ થઈ રહ્યો છે તેમાં પણ એક બે નહીં પણ અનેક
દવાની સ્ટ્રીપ બોટલો અને ઓઆરએસ ના પેકેટો જોવા મળતા અનેક લોકો મોમાં આંગળી નાખી
ગયા હતા જે દવાઓ આદિવાસી પછાત વિસ્તારના રહેતા દર્દીઓને આપવાની હોવાને થતી હોય કે
પછી જો એક્સપાયરી થઈ જાય તો તેને સરકારમાં પરત જમા કરાવવાની પણ થતી હોવાનું જાણવા
મળ્યું છે તો પછી આ દવાઓ ફેંકી દઈ અને તે પણ ખાડો ખોદી અને દાટી દેવા પાછળનો આશય
શું હોઈ શકે છે? આ દવાઓ
ફેંકી કોણે? કચરામાં
દાટી કોણે ?આ એક
મોટો હાલ તબક્કે સવાલ થઈ રહ્યો છે જોકે આ બાબતે સરકારના નિષ્ણાંત અધિકારીઓ તાકીદ
ની તપાસ ટીમ રચી અને આ બાબતે ખુલાસો ચોક્કસ કરે તેવું લોકો માની રહ્યા છે કે આ દવા
ફેકવા પાછળનો શું કારણ હોઈ શકે છે? અને દવા કેમ ફેકવામાં આવી અને આટલા મોટા જથ્થામાં નવા ફેંકી તો કેમ
ફેકી તે એક પ્રશ્ન પ્રજામાં પૂછાઇ રહ્યો છે જોકે આ ફેકેલી દવાઓને કચરો ભરવા આવેલી
વાહને પણ એ તમામ દવાઓ કચરાની વાન માં નાખી દેવાઇ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ