ભુજ - કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : ગુજરાતમાં નગરપાલિકાઓના
29 મુખ્ય અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં અંજારના નગરપાલિકાના ચીફ ઓફિસર
પણ બદલાયા છે. નોંધનિય છે કે કચ્છની સાત નગરપાલિકાઓ પૈકી માત્ર અંજાર નગરપાલિકાના મુખ્ય
અધિકારીની બદલી કરવામાં આવી છે.
અંજારના મુખ્ય
અધિકારી પારસ મકવાણાને વેરાવળ પાટણ મૂકવામાં આવ્યા છે. જ્યારે તેમના સ્થાને હળવદથી
તુષાર ઝાલરિયાને અંજારની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનિય છે, કચ્છમાં મુન્દ્રા અને નખત્રાણા એ નવી પાલિકાઓ બની છે અને વહીવટમાં હજુ પા પા પગલી ભરી રહી છે. જ્યારે ગાંધીધામને 2024માં જ મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA