પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : કાકોશી ગામે મેત્રાણા રોડ પર એક અનોખી ઘટના સામે આવી છે. BSNLના કર્મચારીઓ કેબલ રીપેરિંગની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરને ગરમી લાગતા તેઓ વાહનમાં AC ચાલુ કરવા ગયા હતા. આ દરમિયાન થયેલી ભૂલને કારણે BSNLનું વાહન બાજુમાં આવેલી ગટરમાં ખાબક્યું હતું.
સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. વાહન ગટરમાં ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ અને BSNLના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર