પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે બંસીધર હાઇસ્કુલ- ચૌટા તથા સરસ્વતી કન્યા વિધાલય- કુતીયાણા ખાતે “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.સેમિનારમાં વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્રના ઓવરસીઝ કાઉન્સેલર હાર્દિક મહેતા દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને વિદેશ રોજગાર અને અભ્યાસ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
સેમિનારમાં પાસપોર્ટ ઇસ્યુ થવા માટેની પ્રક્રિયા, નિયમો, દસ્તાવેજો, વિઝા, વિદેશમાં અભ્યાસ, રોજગારીની તકો, આર્થીક સહાય, સરકારી યોજનાઓ, વિદેશ ગમન માટે તથા ફ્રોડ ના થાય તે માટે જાગૃતિ તથા અન્ય વિદેશ રોજગારને લગતા મુદ્દાઓ વિષે ઊંડાણપૂર્વક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.પોરબંદર રોજગાર અધિકારી ડી. એ. પરમારના માર્ગદર્શન હેઠળ આ સેમિનાર દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ રોજગારલક્ષી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેના પ્રશ્નોનું સામાધાન આપવામાં આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya