વલસાડ , 10 જુલાઈ (હિ.સ.)-ગુરુપૂર્ણિમાનાં પવિત્ર દિવસે
તિથલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ જીતેશ પટેલ અને તાલુકા
પંચાયતના સભ્ય ગીરીશભાઈ ટંડેલ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા.
તિથલ મંદિરના કોઠારી
પૂ.વિવેકસ્વરૂપ સ્વામીએ હાર પહેરાવી સૌનું સ્વાગતઅનેઅભિવાદન કરી ગુરુપૂર્ણિમાની
શુભેચ્છા પાઠવી હતી. બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુશ્રી મહંત સ્વામી
મહારાજ પણ આજે બોચાસણમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવને ઉજવી રહ્યા
છે ત્યારે એમને યાદ કરી આ પ્રસંગે કોઠારી સ્વામીએ પ્રસંગોચિત ગુરુ મહિમાની વાતો કરી
પૂનમમાં પધારેલા હરિભક્તોને ગુરુમાં વિશ્વાસ અને શ્રદ્ધા વધારવા અને કેવળ ગુરુને રાજી
કરવાના સાધના માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપી હતી. વિશ્વવંદનીય સંતશ્રી મહંત સ્વામી
મહારાજની ચિત્ર પ્રતિમાને મંત્ર,પુષ્પાંજલિ અને પૂજન
કરી સૌએ ગુરુભક્તિ અદા કરી હતી. ગુરુવંદના બાદ સૌએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી
હતી. સર્વે ધારાસભ્યશ્રીઓએ નીલકંઠવર્ણી અભિષેક કરી પૂજા કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે