ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાયકોની નિમણૂક અંગેની જાહેરાત બાદ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતા રાજ્યની સાથે ગીરસોમનાથ જિલ્લામાં પણ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક તરીકે શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમો આપવામાં આવ્યાં હતા.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચાના વરદહસ્તે વેરાવળ ખાતે શ્રીમતી મણિબહેન કોટક હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના પસંદગી પામેલા ૫૬ શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમો એનાયત કરાયા હતાં અને આવકારવામાં આવ્યાં હતાં.
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતીમાં પસંદગી પામેલા ગીર સોમનાથ જિલ્લાની ગ્રાન્ટએડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૫૬ શિક્ષણ સહાયકોને નિમણૂક હૂકમો એનાયત કરાયા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરિક્ષકો, મદદનીશ શિક્ષણ નિરિક્ષકો, હેડ ક્લાર્ક અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ