સફાઈ કામદાર અને તેમના આશ્રિતો વિવિધ યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે
ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) ઓનલાઈન અરજી કરી અનુસૂચિત જાતિ કલ્યાણની જિલ્લા કચેરીએ અરજીફોર્મ જમા કરાવવાના રહેશે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા રાજ્યના સફાઈ કામદાર અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ થયેલ
સફાઈ કામદાર અને તેમના આશ્રિતો વિવિધ યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે


ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) ઓનલાઈન અરજી કરી અનુસૂચિત જાતિ કલ્યાણની જિલ્લા કચેરીએ અરજીફોર્મ જમા કરાવવાના રહેશે.

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા રાજ્યના સફાઈ કામદાર અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ થયેલા ફંડમાંથી વિવિધ સીધા ધીરાણની યોજનાઓ અન્વયે સફાઈ કામદારો અને તેમના આશ્રિતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

જે અન્વયે મહિલા સમૃદ્ધિ યોજના ૧,૦૦,૦૦૦, માઈક્રો ક્રેડિટ યોજના ૧,૦૦,૦૦૦, વ્યક્તિગત લોન યોજના ૨,૦૦,૦૦૦, પેસેન્જર ઓટોરિક્ષા ૩,૦૦,૦૦૦, જનરલ ટર્મલોન યોજના ૧૦,૦૦,૦૦૦, વ્હીકલ લોન યોજના ૧૫,૦૦,૦૦૦ અન્વયે ઓનલાઈન અરજી કરી શકશે.

નિગમની આ યોજનાઓનો લાભ લેવા માટે તા.૨૬/૦૬/૨૦૨૫ થી તા.૨૬/૦૭/૨૦૨૫ સુધી નિગમની વેબસાઈટ ઈસમાજકલ્યાણ.ગુજરાત.ગવ.ઈન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીફોર્મ કન્ફર્મ થયા બાદ અરજદારે અરજીફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર-પુરાવા સહિત અનુસૂચિત જાતિ કલ્યાણની જિલ્લા કચેરીએ તા.૩૧ જુલાઈના રોજ ૧૮.૦૦ કલાક સુધીમાં જમા કરાવવાના રહેશે.

ઓનલાઈન અરજી કરવામાં અસમર્થ અરજદારે જરૂરી આધાર-પુરાવાઓ સાથે તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરિક્ષક અને જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. જેઓ ઓનલાઈન અરજી કરવામાં મદદરૂપ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande