ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) તાલાળા ના રમળેશી માં અમરનાથ મહાદેવ મંદિર છે જે બાપુની મઢીની જગ્યામાં રમળેશી ગીરની નિરાધાર ગાય માતા અને સ્વાન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણલાડુ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતું. લોકફાળામાં એકત્રિત થયેલ ઘઉં લોટ અને ગોળમાંથી લાડુ બનાવી સેવાકીય કાર્યમાં મંડળના યુવાનો સાથે સેવાભાવી લોકો પણ જોડાયા હતા મંડળની ગૌમાતા અને શ્વાનને લાડુ નું ભોજન કરાવવામાં કાર્ય લોકોમાં સહારના થઈ રહી છે આ આ સેવાકીય કાર્ય રમરેસીમાં દર વર્ષે કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ