શ્રમિકો-કામદારોને રોજગારી આપતી વખતે પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂરી
ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં રેયોન, જી.એચ.સી.એલ, સિધ્ધિ સિમેન્ટ, અંબુજા સિમેન્ટ જેવી ફેક્ટરી તેમજ સુગર ફેક્ટરી જેવા અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. જ્યાં અન્ય રાજ્યોમાંથી પણ વ્યક્તિઓ કામધંધા અર્થે આવે છે. આ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્ર
શ્રમિકો-કામદારોને રોજગારી આપતી વખતે પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂરી


ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં રેયોન, જી.એચ.સી.એલ, સિધ્ધિ સિમેન્ટ, અંબુજા સિમેન્ટ જેવી ફેક્ટરી તેમજ સુગર ફેક્ટરી જેવા અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. જ્યાં અન્ય રાજ્યોમાંથી પણ વ્યક્તિઓ કામધંધા અર્થે આવે છે. આ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પણ આવેલું છે. આવા સંજોગોમાં શ્રમિક-કામદારોનો પૂર્વ ઈતિહાસ, નાગરીકતા તથા ઓળખ કર્યા સિવાય રોજગારી આપવામાં આવે તે આંતરિક સુરક્ષા માટે યોગ્ય નથી.

વળી, બાંધકામના કામોમાં તેમજ ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજ્યોમાંથી મજૂરો લાવી તેમનો મજૂરી કામમાં ઉપયોગ કરવામાં આવે છે. આથી સુરક્ષા માટે તેમજ જાહેર જનતાની સલામતી તથા તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતાં જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર ઔદ્યોગિક એકમો, ખાનગી એકમો તથા સંસ્થાઓમાં સંગઠિત, અસંગઠિત, શ્રમિકો, કામદારોને, રોજગારી આપતી વખતે તમામનો પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ અંગે સંબંધિત પોલીસ સ્ટેશને વેરિફાઈ ચોક્સાઈ કરવા જણાવાયું છે.

આ જાહેરનામું તારીખ ૧૩/૦૭/૨૦૨૫ થી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande