સોમનાથ પ્રભાસ પાટણ શ્રીકૃષ્ણ સેવા ટ્રસ્ટ અને ક્ષેત્ર ખાતે, ગુરુપૂર્ણિમાની ભાવ ભક્તિથી ઉજવણી કરાઈ
ગીર સોમનાથ, 10 જુલાઈ (હિ.સ.) ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે અન્ન ક્ષેત્ર ખાતે, અન્નક્ષેત્રના પ્રેરક સંત શ્રી ડોંગરેજી મહારાજની પ્રતિમાનું પૂજન કરાયું અને પૂજ્ય ડોંગરેજી મહારાજ અને સંસ્થાના આધ સ્થાપક વલ્લભભાઈની તસ્વીરની વેદ મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વ
ગુરુપૂર્ણિમાની ભાવ ભક્તિથી ઉજવણી


ગીર સોમનાથ, 10 જુલાઈ (હિ.સ.) ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે અન્ન ક્ષેત્ર ખાતે, અન્નક્ષેત્રના પ્રેરક સંત શ્રી ડોંગરેજી મહારાજની પ્રતિમાનું પૂજન કરાયું અને પૂજ્ય ડોંગરેજી મહારાજ અને સંસ્થાના આધ સ્થાપક વલ્લભભાઈની તસ્વીરની વેદ મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા અને આરતી સંસ્થાના ટ્રસ્ટી દીપકભાઈ દોરીયા અને સેવકગણ ભાઈ બહેનોએ કરી હતી અને પ્રસાદ વિતરણ બાદ રામધૂન સાથે સંતો અને યાત્રિક ગણને ભોજન પ્રસાદી ભાવથી પીરસવામાં આવી હતી અને સોમનાથ મહાદેવ કી જય અને પૂજ્ય ડોંગરેજી મહારાજનો જય જય કાર કરી ગુરુવંદના કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande