ગીર સોમનાથ 10 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના રબારી સમાજ દ્વારા સુત્રાપાડા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જુનાગઢ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર PI J.J. પટેલ વિરુદ્ધ કોર્પોરેટર સોનલબેન કારાભાઈ રબારી સાથે કરાયેલા અપમાનજનક વર્તન અને હોદાના દુરુપયોગ બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સમાજે ચેતવણી આપી છે કે જો યોગ્ય સમયે પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન, ચીફ જસ્ટીસને લેખિત રજુઆત અને પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારીઓ કરાશે.
રબારી સમાજ દ્વારા જણાવ્યું છે કે આ મામલાની ગંભીરતા ને આધારે સરકાર તાત્કાલીક સંજ્ઞાન લઈ ન્યાયસંગત અને કડક કાર્યવાહી કરે, એ જ સમગ્ર સમાજની નમ્ર પણ દૃઢ માંગ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ