હારીજની કોલેજમાં, ગુરુપૂર્ણિમા ઉત્સાહભેર ઉજવાઈ
પાટણ, 10 જુલાઈ (હિ.સ.)હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના આચાર્ય ડૉ. તેકપાલ સિંહ આનંદના માર્ગદર્શન હેઠળ NSS, ઉદિશા અને સપ્તધારા વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન થયું હતું. ડૉ. દક્ષા મ
હારીજની કોલેજમાં ગુરુપૂર્ણિમા ઉત્સાહભેર ઉજવાઈ


પાટણ, 10 જુલાઈ (હિ.સ.)હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના આચાર્ય ડૉ. તેકપાલ સિંહ આનંદના માર્ગદર્શન હેઠળ NSS, ઉદિશા અને સપ્તધારા વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન થયું હતું. ડૉ. દક્ષા મહેતાએ વિદ્યાર્થીઓને જીવનમાં ગુરુના મહત્વ વિશે સમજાવ્યું હતું.

કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક ડૉ. જીગ્નેશ પરમારે સ્વાગત પ્રવચન આપ્યું અને મહાન પુરુષોના જીવનમાં ગુરુની ભૂમિકાની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સમૂહ ગીત અને વક્તવ્ય દ્વારા ગુરુપ્રેમ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં 14 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સેમેસ્ટર 4ના હરેન્દ્ર પરમાર અને સેમેસ્ટર 6ની આશા ચૌધરીએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં કૉલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમંગભેર ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande