પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં, ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ
પાટણ, 10 જુલાઈ (હિ.સ.)પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. અષાઢ સુદ પૂનમે વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાતા આ પવિત્ર દિવસે વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને કુમકુમ તિલક અને અક્ષત અર્પણ કર
પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ


પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ


પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ


પાટણ, 10 જુલાઈ (હિ.સ.)પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. અષાઢ સુદ પૂનમે વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાતા આ પવિત્ર દિવસે વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને કુમકુમ તિલક અને અક્ષત અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ નૃત્ય, નાટિકા અને ભજન જેવી સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા.

આ ભવ્ય કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતભાઈ પટેલ, પ્રમુખ દીનાબેન પટેલ, માધ્યમિક વિભાગના આચાર્ય કિશોરભાઈ રામી અને પ્રાથમિક વિભાગના આચાર્યા પ્રિયંકાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. કૃષ્ણા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ મૃગેશભાઈ પરીખ તેમજ પ્રિયાબેન, અંકિતાબેન, હેતલબેન, જાનકીબેન, પૂજાબેન, કૃતિબેન, દર્શનાબેન, કિંજલબેન, નેહાબેન, દીક્ષિતભાઈ, હર્ષભાઈ અને જયેશભાઈ સહિત સમગ્ર સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande