સાંદિપની ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ
પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : સુદામાનગરી ગુરૂપુર્ણિમાની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી વિવિધ મંદિરો અને સ્કુલ-કોલેજ ખાતે ગુરૂનુ પુજન સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. તો પોરબંદરમા રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા પ્રેરિત સાંદિપની આશ્રમ ખાતે ગુરુ પ
સાંદિપની ખાતે ગુરુપૂર્ણિમા ની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ.


સાંદિપની ખાતે ગુરુપૂર્ણિમા ની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ.


સાંદિપની ખાતે ગુરુપૂર્ણિમા ની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ.


સાંદિપની ખાતે ગુરુપૂર્ણિમા ની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ.


સાંદિપની ખાતે ગુરુપૂર્ણિમા ની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ.


પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : સુદામાનગરી ગુરૂપુર્ણિમાની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી વિવિધ મંદિરો અને સ્કુલ-કોલેજ ખાતે ગુરૂનુ પુજન સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. તો પોરબંદરમા રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા પ્રેરિત સાંદિપની આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામા આવી હતી.

ગુરુવારે ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાના શુભ અવસરે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિમંદિરમાં અનેકવિધ કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન થયો હતો . જેમાં શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર પૂજાવિધિપૂર્વક નૂતન ધ્વજારોહણ કરવામા આવ્યુ હતુ ત્યાર બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા વિધિવત વ્યાસપૂજન કરવામા આવ્યુ હતુ અને એ સાથે પૂજ્ય ભાઈશ્રી અને ઉપસ્થિત ભકતો દ્વારા ગુરુપાદુકાપંચકનો પાઠ કરવામા આવ્યો હતો ગુરુપૂર્ણિમાના વિશેષ અવસરે પૂજ્ય ભાઈશ્રી દ્વારા ગુરુસદુપદેશ પ્રવચન આપવામાં આવ્યો હતો પ્રસંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ એવુ જણાવ્યુ હતુ કે સમગ્ર જગત ગુરૂમય છે. આપણી જાતને શિષ્ય માની અને સર્મપિત થવુ જોઈએ જો ગુરૂ પ્રત્યે ભાવ હશે તો તેમો આપની લાગણી સાર્થક થશે તેમ પણ ભાઈશ્રીએ જાણાવ્યુ હતુ.

પ્રવચન બાદ ગુરુપૂર્ણિમાના મુખ્ય યજમાન, દેશ-વિદેશથી પધારેલા ભાવિકો અને ઋષિકુમારો દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનુ પુજન કરવામા આવ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande