મેલેરીયા મુક્ત ગુજરાત ના સૂત્રને સાર્થક કરવા વલસાડ જિલ્લામાં 462347 ઘરોમાં હાઉસ ટુ હાઉસ સર્વે
વલસાડ, 10 જુલાઈ (હિ.સ.)-રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2027 સુધી ‘‘મેલેરીયા મુકત ગુજરાત’’નું લક્ષ્ય પ્રાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવ્યો છે. ‘‘મેલેરીયા મુકત ગુજરાત’’ના સુત્રને સાર્થક કરવા વલસાડ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સક્રિય પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
Valsad


વલસાડ, 10 જુલાઈ (હિ.સ.)-રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2027 સુધી ‘‘મેલેરીયા મુકત ગુજરાત’’નું લક્ષ્ય પ્રાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવ્યો છે. ‘‘મેલેરીયા મુકત ગુજરાત’’ના સુત્રને સાર્થક કરવા વલસાડ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સક્રિય પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં જૂન માસને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે “મેલેરિયાનો અંત આપણાથી, પુન: રોકાણ કરો, પુન: કલ્પના કરો, પુન: જાગૃત કરો.” થીમ આધારે અસરકારક જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં મલેરિયા માસ દરમિયાન કુલ 462347 ઘરોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરી લોકોના આરોગ્યની કાળજી લેવામાં આવી છે.

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, મેલેરિયા (આરોગ્ય) શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તથા વલસાડ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ.કે.સિંઘના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ 52 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 07 અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય સ્ટાફ દ્વારા જિલ્લાના તમામ ગામો / શહેરી વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ 462347 ઘરની તપાસ કરવામાં આવી હતી. હાલમાં થઈ રહેલા સર્વેલન્સ દરમિયાન તમામ મેલેરીયાના શંકાસ્પદ કુલ 41469 કેસોના લોહીના નમુનાનું માઈક્રોસ્કોપી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેલેરિયા વિભાગ દ્વારા 192172 પાત્રોની ચકાસણી કરતાં 81107 પાત્રો પોઝિટિવ બ્રીડીંગ વાળા જોવા મળ્યા હતા, જે તમામનો સ્થળ ઉપર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે 320 સ્થળે ટેમીફોસ દવા અને 170 સ્થળે પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી હતી. પોઝિટિવ બ્રીડીંગ વાળા પાત્રોમાં સોર્સ રિડકશનથી નિકાલ કરવામાં આવ્યો હતો. ખાડા ખાબોચિયામાં ઓઈલ બોલ/ડાયફ્લ્યુબેન્ઝુરોન 25% નો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં અર્બન વિસ્તારમાં મુકવામાં આવેલા વેકટર કંટ્રોલ ટીમના સભ્યો દ્વારા અર્બન વિસ્તાર ખાતે એન્ટીલાર્વલ કામગીરી જેમાં ટેમીફોસ, ડાઇફલુબેંઝુરોન છંટકાવ, ઓઇલ બોલ, સોર્સ રીડકશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

જિલ્લાનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પોરાનાશક કામગીરી અંગે જૂન માસમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વે દરમ્યાન જાન્યુઆરીથી જૂન માસમાં મેલેરિયાના કુલ 4 પોઝિટિવ કેસ મળ્યા હતા જેઓને સંપૂર્ણ સારવાર આપવામાં આવતા તેઓ હાલ સ્વસ્થ છે. વલસાડ મેલેરિયા શાખા દ્વારા જનજાગૃતિના ભાગરૂપે પ્રચાર પ્રસાર દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફાઈલેરિયા જેવા વાહકજન્ય રોગોની સમજણ કેળવવામાં આવી રહી છે. મચ્છર ઉત્પતિ સ્થાનો, સ્વ બચાવ માટેના ઉપાયો વિશે જન સમુદાયમાં જાગૃતિ, પત્રિકા વિતરણ, જાહેર સ્થળોએ પોસ્ટર્સ ડિસ્પલે, લઘુ શિબિર, ગુરુ શિબિર, ગૃપ ચર્ચા, શાળા અને પંચાયતોમાં લોક ભાગીદારી થકી વાહકજન્ય રોગો અટકાવવા સમજ કેળવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande