જૂનાગઢ જિલ્લાના નાગરિકો ડો.આંબેડકર આવાસ યોજનાનું ફોર્મ ભરી શકશે, ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના લોકોને આ સહાય અન્વયે રુ.૧,૭૦,૦૦૦ મળવા પાત્ર થશે
જૂનાગઢ 10 જુલાઈ (હિ.સ.) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રાજ્ય સરકારશ્રી દ્વારા અનુસૂચિત જાતિના ઘર વિહોણા લોકો માટે ડો.આંબેડકર આવાસ યોજના અંતર્ગત રૂ.૧,૭૦.૦૦૦ ની સહાય મળવાપાત્ર બને છે. આ સહાય અંતર્ગત લાભ મેળવવા ઇચ્છુક જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર
જૂનાગઢ જિલ્લાના નાગરિકો ડો.આંબેડકર આવાસ યોજનાનું ફોર્મ ભરી શકશે, ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના લોકોને આ સહાય અન્વયે રુ.૧,૭૦,૦૦૦ મળવા પાત્ર થશે


જૂનાગઢ 10 જુલાઈ (હિ.સ.) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, રાજ્ય સરકારશ્રી દ્વારા અનુસૂચિત જાતિના ઘર વિહોણા લોકો માટે ડો.આંબેડકર આવાસ યોજના અંતર્ગત રૂ.૧,૭૦.૦૦૦ ની સહાય મળવાપાત્ર બને છે. આ સહાય અંતર્ગત લાભ મેળવવા ઇચ્છુક જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ esamajkalyan.gov.in આ વેબસાઈટ ઉપર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ અરજી સાથે જોડવાના થતા જરૂરી આધાર પુરાવાની યાદી આ વેબસાઈટ માંથી જ મળી રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે જે- તે તાલુકા પંચાયત ખાતે તાલુકા સમાજ કલ્યાણ નિરીક્ષક અનુસૂચિત જાતિ કલ્યાણ અને સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત- જૂનાગઢ ખાતે સંપર્ક સાધી શકાય છે. તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande