જુનાગઢ, 10 જુલાઈ (હિ.સ.) પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી- જૂનાગઢ ખાતે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેના કમ્પ્યુટર હાર્ડવેરમાં ટેક્નિકલ ખામી સર્જાયેલી હતી. તેથી હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટુ વિહલર વાહનોના ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રાખવામાં આવી છે. આ સમસ્યાનું નિરાકરણ આવ્યેથી ટુ વિહલરના ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટેની કામગીરી રાબેતા મુજબ પુનઃ શરુ કરવામાં આવશે અને સર્વે નાગરિકોને જાણ કરવામાં આવશે. જેમાં તમામ જાહેર જનતાને સહકાર આપવા અપીલ કરાઈ છે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ