સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડીવીઝન દ્વારા વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે
જૂનાગઢ 10 જુલાઈ (હિ.સ.) સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડીવીઝન, જુનાગઢ દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તેમજ રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસના વેચાણ માટે એમ્પેનલમેન્ટ/ એજન્ટ નિયુક્તિ માટે “વોક ઇન ઈન્ટરવ્યુ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમ
સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડીવીઝન દ્વારા વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે


જૂનાગઢ 10 જુલાઈ (હિ.સ.) સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડીવીઝન, જુનાગઢ દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તેમજ રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસના વેચાણ માટે એમ્પેનલમેન્ટ/ એજન્ટ નિયુક્તિ માટે “વોક ઇન ઈન્ટરવ્યુ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તારીખ ૨૧/૦૭/૨૦૨૫ ના રોજ જરુરી લાયકાતના પ્રમાણપત્રો સાથે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જુનાગઢ ડીવીઝન, ચોથો માળ, ગાંધીગ્રામ, જુનાગઢ- ૩૬૨૦૦૧ આ સરનામા પર ઈન્ટરવ્યુ માટે હાજર રહેવું. જેનો સમય સવારના ૧૧:૦૦ વાગ્યાથી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે.

ઇચ્છુક ઉમેદવારોએ પોતાના બાયો ડેટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આધાર કાર્ડ, પાન કાર્ડ, અનુભવનું પ્રમાણપત્ર (જો કોઈ હોય તો) તે બાબતના દાખલાની સ્વપ્રમાણિત નકલો અને બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ સાથે લાવવાના રહેશે. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ ૧૦ પાસ હોવી જોઈએ. ૧૮ થી ૫૦ વર્ષ સુધીની વયજૂથ રહેશે. ભૂતપૂર્વ લાઈફ એડવાઈઝરો , આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો, એસ.એચ.જી, ભૂતપૂર્વ સર્વિસમેન, નિવૃત ટીચરો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઈપણ ઈચ્છુક વ્યક્તિ હાજર રહી શકશે. જેમાં ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસ વેચવાનો અનુભવ હોય, કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોય અને સ્થાનિક ક્ષેત્રની જાણકારી જે ઉમેદવારને હોય તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ લાઈફ ઇન્સ્યોરન્સમાં કામ કરતા એજન્ટને પી.એલ.આઈ./ આર.પી.એલ.આઈ. ની એજન્સી મળવાપાત્ર નથી. આ અખબારી યાદી સરકારી નોકરી માટેની નથી, જેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. તેમ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડીવીઝનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande