જૂનાગઢ 10 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારના કેટલાક માર્ગો અસરગ્રસ્ત બન્યા છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે રોડ રસ્તા રીપેરીંગની કામગીરી જૂનાગઢ પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં શરૂ કરી છે.
વિશેષ કરીને ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા કેટલાક રસ્તાઓ નુક્શાનગ્રસ્ત થયા હતા ત્યાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા કાર્યપાલક ઇજનેરશ્રીના માર્ગદર્શન હેઠળ અને પેટા વિભાગીય કચેરીઓની દેખરેખ હેઠળ તાત્કાલિક રોડની રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ હતી.
તેમજ લોકોની અવરજવર સરળ બને એ માટે તાત્કાલિક સફાઈ, મટિરિયલ ભરી, મરામત કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓમાં પડેલા ખાડા તેમજ તૂટી ગયેલા રસ્તાઓની મરામત કામગીરી માટે ટીમોને સક્રિય કરવામાં આવી છે.
જે અન્વયે પાતાપુર સણાથા ઇટાળા રોડ, ચોરવાડી અવતડીયા રોડ, વિજાપુર એપ્રોચ રોડ, બગડુ જામકા સેમરાળા જાંબાળા રોડ, તોરણીયા એપ્રોચ રોડ, કણજા મોટા કાજાલીયાળા રોડ, લાંગડ એપ્રોચ રોડ, ખરેડા ફાટક સરસાલી રોડ, દીવરાણા થી દરસાલી રોડ, વિશન્વેલ એપ્રોચ રોડ, સમેગા દેશીન્ગા રોડ, કેશોદ થી બડોદર રોડ, બામણાસા થી ગાત્રાડ રસ્તાઓ રીપેર કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ