જુનાગઢ 10 જુલાઈ (હિ.સ.) બે દિવસ અગાઉ જીલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, જીલ્લા પંચાયત ના સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ,જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન,તેમજ ગ્રામ જનો ની ઉપસ્થિતિમાં એક અજાબ ગામે મીટીંગ મળી હતી તેમાં વિકાસ કામોને લઇ ને તેમજ ભાજપમાં વ્યાપેલા બાહોળા પ્રમાણ માં ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને ભારે હોબાળો થયો હતો અને ગામમાં ભાજપના આગેવાનો એ પ્રવેશ ન કરવો તેવા બેનર પણ જાહેરમાં લાગ્યા હતા ત્યારે આ તમામ ધટના બની ગયા બાદ ગઇ કાલે અજાબ તાલુકા પંચાયત ના મહિલા સભ્ય હષાૅબેન નિલેશભાઈ અધેરા એ પોતાનું રાજીનામુ આપતો પત્ર જીલ્લા પંચાયત ના પ્રમુખ ને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે અને તેમાં તેઓએ જણાવ્યું છે કે છેલ્લાં એક વર્ષથી મારી રજૂઆત હોવા છતાં મારા ગામ ને લગતા પ્રશ્ર્નો બાબતે કોઈ ધ્યાન અપાતું નથી અને એટીવીટી ગ્રાન્ટ તેમજ ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટની ફાળવણી કરવામાં પણ વ્હાલા દવલાની નિતી રાખવામાં આવે છે જેથી હું ભારતીય જનતા પાર્ટી ના તાલુકા પંચાયત ના સભ્ય પદ પરથી રાજીનામું આપું છું તેમ આ પત્રમાં તેઓએ જણાવ્યું છે ત્યારે હાલતો અજાબ ગામની મીટીંગમાં થયેલો ભટકો રૌદ્ર રૂપ ધારણ કરી રહ્યો હોય તેવું જણાઈ આવે છે.
આગમી સમયાંતરે ચૂંટણી સમયે આ મુદ્દો કદાચ ગ્રામ જનો ના ભૂલે તો ભાજપ માં આવનારા સમય માં આ ગ્રામ જનો દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી ને મોટો ઝટકો મળે તો નવાઈ નહિ હાલ ઘણાજ એવા વિકાશ ના કામો માં અધિકૃત લોકો ફક્ત ગામનો વિકાસ કરવા માટે આવતી ગ્રાન્ટ ને અન્ય જગ્યાએ પગ કરી અને ગામ ના લોકો રામ ભરોશે છોડી દેવામાં સફળતા મળતી હોય પરંતુ આ ગ્રામ જનો ની અગન જવાળા ચૂંટણી સમયે યાદ રાખશે તો ભારતીય જનતા પાર્ટી માં મોટા ભંગાણ થાય તો નાવાઈ નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ