જુનાગઢ, 10 જુલાઈ (હિ.સ.) જુનાગઢ ના વંથલી તાલુકાના શાપુર ખાતે આવેલ ચેતન્ય ધામ હનુમાન મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં સવારે ધ્વજા રોહણ ગુરુ પૂજન સત્યનારાયણની કથા તેમાં સંધ્યા આરતી અને પ્રસાદનું ભવ્યઆયોજન કરવામાં આવ્યું છે. તો આ ધર્મોત્સવ નો લાભ લેવા કથાકાર મનોજભાઈ ભટ્ટ તેમજ ચેતન્ય ધામ સેવા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ