પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરમા કેટલાક સમયથી અનેક સમસ્યાઓ અને વિવાદો સામે આવી રહ્યા છે ખાસ કરીને મહાનગરપાલિકા બન્યા બાદ અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. જેના કારણે પોરબંદરની જનતા મુશ્કેલીમા મુકાય છે.ત્યારે પોરબંદરમા નાગરિક સંગઠનનુ ગઠન કરવામાં આવ્યુ છે.
જેમા પોરબંદરની જનતાના વિવિધ પ્રશ્નોને વાંચા આપવામા આવશે મહાનગરપાલિકા દ્રારા રેકડીધારકો,કેબીનધાચરો અને શાકમાર્કેટમા બાંકડા અને પાથરણાવાળા ધાંધાર્થીઓ પાસેથી રૂ.15 ચાર્જ વસલુવામા આવતો હતો તે મનપા દ્રારા રૂ.50 કરવામા આવ્યો છે તેમજ માસિક ચાર્જ 225માંથી રૂ.500 કરવામા આવ્યો છે.આવા આર્થિક રીતે નબળા પરિવારો માટે આ ચૂજ અસહ્ય હોય તેમના ઘટાડા માટે સામુહિક રજુઆત કરવા તેમજ પોરબંદરના વિવિધ પ્રશ્ન ચર્ચા કરવા માટે પોરબંદર નાગરિક સંગઠન દ્રારા તા.12 જુલાઈને શનિવારના રોજ ચોપાટી રામદેવપીરના મંદિર ખાતે એક સાંજે 4:00થી 5:00 દરમ્યાન મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા ધંધાર્થીઓ અને શહેરના નાગરિકોને ઉપસ્થિત રહેવા એક યાદિમા જણાવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya