પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર શહેર વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ખાતે જઈ સરપ્રાઈઝદ ચેકીંગ કરવા માટે સુચના કરતા જે અન્વયે પોરબંદર શહેરના એ.એસ.પી. સાહિત્યા વી. તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.સી.કાનમીયા સાહેબના માર્ગદર્શન અને રાહદારી હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ નાઓની સાથે પોલીસ સ્ટાફ ફાળવી અલગ અલગ ટીમો બનાવી કમલાબાગ પો.સ્ટે. હદવિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ખાતે જઈ સરપ્રાઈઝ ચેકીંગ કરી મેડીકલ ધારકોના લાયસન્સ ચેક કરવામાં આવેલ તેમજ રજીસ્ટરો ચેક કરવામાં આવેલ તેમજ પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક ડ્રગ્સનું વેચાણ થાય છે કે કેમ તે અંગે ઝીણવટ ભરી રીતે ચેકીંગ કરવામાં આવેલ આમ કમલાબાગ પો.સ્ટે. હદ વિસ્તારમાં આવેલ કુલ-32 મેડીકલ સ્ટોરનુ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવેલ હતુ.
જે મેડીકલ સ્ટોરમાં કોઈ પણ ગે.કા. પ્રવૃતિ કરતા જણાય આવેલ નથી. આમ પોલીસ દ્વારા ઓચીંતુ સરપ્રાઈઝ ચેકીંગ કરતા મેડીકલ ધારકો કોઈ ગ્રાહકોને ડમી નશાકારક દવા/સીરપ આપતા અચકાશે અને ગ્રાહકોના સ્વાસ્થને હાનિ ન પહોંચે તેવુ ઉત્કૃષ્ઠ તેમજ પ્રશંસનીય કામગીરી કરતો કમલાબાગ પોલીસ સ્ટાફ દ્રારા કરવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya