સુરત , 10 જુલાઈ (હિ.સ.)-આદિજાતિ વસ્તી ધરાવતા ગામોમાં માળખાકીય તથા વ્યકિતલક્ષી
યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત
તા.11મી જુલાઇના રોજ સવારે 9.00 વાગે માંડવીના દઢવાડા આશ્રમ શાળા, ઉમરપાડા
તાલુકાના વડપાડા પ્રા.શાળા ખાતે, મહુવાના નળધરા પ્રા.શાળા ખાતે, માંગરોળના
બોરસદ ગ્રામ પંચાયત કચેરી તેમજ બારડોલીના સાંકરી મંદિર તથા પલસાણાના એના-રાધાકૃષ્ણ
મંદિર ગામે સેચ્યુરેશન કેમ્પ યોજાશે.
કેમ્પમાં અનુસુચિત જનજાતિના લોકોને જાતિના દાખલા, રેશનકાર્ડની
લગતી કામગીરી, ગંગાસ્વરૂપ તથા વૃધ્ધ પેન્શન સહાય યોજના, આધાર
કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, રેશનકાર્ડ, કિસાન
સન્માનનિધિ યોજના, પ્રધાનમંત્રી વિશ્વ કર્મા યોજના, તથા
મનરેગા જેવી યોજનાઓના લાભો અંગેની કામગીરી કરવામાં આવશે. જેથી વધુમાં વધુ અનુસુચિત
જનજાતિના લોકોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે