વડોદરા બ્રિજ દુર્ઘટના: મોડી રાત સુધી ચાલતી બચાવ કામગીરી
વડોદરા/ગાંધીનગર, 10 જુલાઈ (હિ.સ.) : વડોદરામાં ગઈકાલે બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેની મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. - પાદરાના મૂજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બચાવ કામગીરી ચાલી રહી છે. - નદીમાં કીચડ અને સિરામિક ટાઇલ્સ ભરેલા ટ્રકને ખસેડી
બ્રિજ દુર્ઘટના


બ્રિજ દુર્ઘટના


વડોદરા/ગાંધીનગર, 10 જુલાઈ (હિ.સ.) : વડોદરામાં ગઈકાલે બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેની મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી.

- પાદરાના મૂજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બચાવ કામગીરી ચાલી રહી છે.

- નદીમાં કીચડ અને સિરામિક ટાઇલ્સ ભરેલા ટ્રકને ખસેડી ત્યાં શોધ ખોળ કરવામાં આવી રહી છે.

- કલેકટર સહિતના અધિકારીઓ સવારથી સતત ઘટના સ્થળે જ છે અને બચાવ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

- મોડી રાતે ફ્લડ લાઈટ લગાવી આ કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રકને ખેંચવા માટે વાયરો મંગાવવામાં આવ્યા હતા. તેને હિટાચી મશીન સાથે બાંધી ટ્રકને સીધો કરવામાં આવતા ત્રણ વ્યક્તિના મૃતદેહો મળી આવ્યા હતા.

- મૃતદેહનું પાદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી પરીક્ષણ કરી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

- જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સતત હજાર રહી હતભાગીઓના પરિજનોને કોઈ તકલીફના પડે તેની તકેદારી રાખી હતી.

- આ ઘટનાની ગંભીતાપૂર્વક નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર શ્રી પટેલિયાને મોકલવામાં આવ્યા હતા.

- પૂનમના કારણે મહી નદીમાં જલ પ્રવાહ વધે તે પહેલાં શક્ય હોય એટલી કામગીરી કરવા માટે સમગ્ર તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે.

- મોડી સાંજે મળેલા મૃતદેહો પૈકી બે વ્યક્તિની ઓળખ સ્થાપિત થઈ શકી છે. જેમાં એક દ્વારકાના મહેન્દ્રભાઈ પર્વતભાઇ હથીયા અને બીજા આંકલાવના વિષ્ણુભાઈ રાવલ નો સમાવેશ થાય છે

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande